Video: અમદાવાદમાં એક મહિના સુધી ચાલેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની થઈ પૂર્ણાહુતિ, 1 મહિનામાં 1.21 કરોડ લોકોએ લીધી મુલાકાત

PSM 100: અમદાવાદમાં ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ એક મહિના દરમિયાન 1.21 કરોડ લોકોએ મહોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં 1.23 લાખ લોકોએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા.

Narendra Rathod
| Edited By: | Updated on: Jan 16, 2023 | 5:05 PM

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. 1 મહિનામાં 1.21 કરોડ લોકોએ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન 1 લાખ 23 હજાર લોકોએ વ્યસનમુક્તિ સહિતના શપથ લીધા હતા. આ સાથે રક્તદાન કેમ્પમાં કુલ 56 લાખ 28 હજાર સીસી બ્લડ એકત્ર કરવામાં આવ્યુ છે. છેલ્લા એક મહિનાથી આયોજિત ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. અવિસ્મરણીય મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે.

છેલ્લા એક મહિનાથી લોકોની આસ્થા, ચર્ચા, મેનેજમેન્ટનું કેન્દ્ર રહેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પુર્ણાહુતી થઈ. પ્રમુખસ્વામી મહારાજ નગરીની બાજુમાં જ યોજાયેલ પુર્ણાહુતી સમારોહમાં હજારોની સંખ્યામાં હરિભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા. સમારોહની પુર્ણાહુતી પણ એટલી ભવ્યરીતે કરાઈ હતી. ભગવાનની હજારો દીવડા સાથેની મહાઆરતી, ભવ્ય આતશબાજી સાથે પુર્ણાહુતી કરાઈ ત્યારે અનેક ભક્તો ભાવવિભોર થયા હતા. શતાબ્દી મહોત્સવ એટલો તો અદભુત હતો કે જ્યાં આભૂતપૂર્વ મેનેજમેન્ટ, પ્રેરણાદાય આકર્ષણો, કાર્યક્રમ અને બાળનગરી, ગ્લો ગાર્ડન સહિતના પ્રદર્શન દ્વારા ઐતિહાસિક અને ચીરસ મરણીયા બની ગયો. નગરીમાં 30 દિવસમાં 1 કરોડ 21 લાખ કરતા વધુ દર્શનાથથીઓ નિહાળવા પહોંચ્યા હતા. નગરીમાં આવેલ 1.23 લોકોએ વ્યસન મુક્તિ અને ઘરસભા માટે પ્રતિજ્ઞા લીધી તો આ 30 દિવસમાં 56,28,995 સીસી લોહી એકત્રિત કરવામાં આવ્યું. જેને ગુજરાતની 15 બ્લડ બેન્કમાં મોકલવામાં આવ્યું.

પ્રવૃત્તિ સમારોહમાં મોટા સંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો અને એમની હરિભક્તો તેમજ માનવ સમાજ માટેની લાગણીઓ શું હતી એ જણાવ્યું. મહંતસ્વામી મહારાજે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આગામી હજારો વર્ષ બાદ પણ પ્રમુખસ્વામીને કોઈ ભૂલશે નહીં, પ્રમુખસ્વામીના રોમે રોમમાં ભગવાન હતા તેઓ અવિનાશી છે અને આ દુનિયામાંથી ગયા જ નથી. શતાબ્દી મહોત્સવ શાનદાર અને ભવ્ય રહ્યો, નિર્વિઘ્ને પૂર્ણ થયો ઉપસ્થિત તમામ સંતો તેમજ હરિભક્તોએ ઉત્સવમાં ગુરુભક્તિ દર્શાવી છે અને 80 હજાર સ્વયંસેવકો વિના આ મહોત્સવ થવો શક્ય ન હતો.

આ પણ વાંચો: PSM100: છેલ્લા 30 દિવસથી ચાલી રહેલા પ્રેરણાત્મક મહોત્સવમાં પ્રદર્શન અને નૃત્ય નાટિકાઓનો આજે છેલ્લો દિવસ, આવતીકાલે થશે સમાપન

પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવની અલગ-અલગ દેશના મહાનુભાવો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તેમજ અલગ અલગ રાજકીય આગેવાનો, હસ્તીઓ અને સાધુ-સંતોએ મુલાકાત લીધી હતી. મહોત્સવની પુર્ણાહુતી જરૂર થઈ છે પરંતુ જે પ્રકારે મહોત્સવ આયોજિત થયો, એના આકર્ષણોના કારણે લોકોની સ્મૃતિમાં મહોત્સવ હંમેશા જીવિત રહેશે.

 

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">