Breaking News : સરકારની મોટી કાર્યવાહી, Indigo ના 700 થી વધુ ફ્લાઇટ સ્લોટ પર લાગી કાતર
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ની કડક કાર્યવાહી બાદ ઇન્ડિગોએ દેશભરના 717 ફ્લાઇટ સ્લોટ ખાલી કર્યા છે. ડિસેમ્બરમાં નોંધાયેલા મોટા વિક્ષેપો અને 3 લાખથી વધુ મુસાફરોને અસર થયા બાદ આ પગલું લેવાયું છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા કડક કાર્યવાહી બાદ ઇન્ડિગોએ દેશભરના સ્થાનિક એરપોર્ટ્સ પર તેના 717 ફ્લાઇટ સ્લોટ ખાલી કર્યા છે. આ પગલું ડિસેમ્બરમાં નોંધાયેલા મોટા વિક્ષેપો પછી લેવામાં આવ્યું છે. હાલમાં મંત્રાલયે આ ખાલી સ્લોટ માટે અન્ય એરલાઇન્સ પાસેથી અરજીઓ મંગાવી છે. આ નિર્ણયથી દિલ્હી, મુંબઈ સહિત દેશભરના ઘણા મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ પર અસર પડશે.
ભારતની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોએ, DGCA ના કડક પગલાં બાદ તેના શિયાળાના ફ્લાઇટ શેડ્યૂલમાં 10% ઘટાડો કર્યો. ગયા વર્ષના ડિસેમ્બરમાં 3 થી 5 તારીખ સુધી આશરે 2,507 ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ અને 1,852 વિલંબિત થઈ હતી. આથી 3,00,000 થી વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા. આ વિક્ષેપને ધ્યાનમાં રાખીને નિયમનકારીએ આ પગલાં લીધા હતા.
મેટ્રો શહેરો સૌથી વધુ અસરગ્રસ્ત
ઇન્ડિગોના ખાલી પડેલા 717 સ્લોટમાં સૌથી મોટો હિસ્સો મુખ્ય મહાનગરોમાં કેન્દ્રિત છે. આ સ્લોટમાંથી 364 દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મેટ્રો એરપોર્ટ્સ માટે ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને હૈદરાબાદ અને બેંગલુરુમાં સૌથી વધુ સ્લોટ છે. આ ખાલી સ્લોટ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લાગુ કરવામાં આવ્યા છે.
અન્ય એરલાઇન્સ માટે પડકાર
મંત્રાલયે અન્યો એરલાઇન્સ પાસેથી અરજીઓ મંગાવી છે, જેથી મુસાફરોને અસુવિધા ન પડે. પરંતુ ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે અન્ય કંપનીઓ આ સ્લોટ ઝડપથી ભરવામાં રસ નહીં ધરાવે.. કારણ એ છે કે નવા રૂટ શરૂ કરવો અને તરત પછી તેમને બંધ કરવું મુશ્કેલ છે. વધુમાં, ખાલી સ્લોટનું મોટાભાગનું સમયપત્રક રેડ-આઇ ફ્લાઇટ્સ માટે છે, એટલે મોડી રાત્રે અથવા વહેલી સવારે. આ સમયે મુસાફરો ઓછી મુસાફરી કરતા હોવાથી આ સ્લોટ નફાકારક નથી.
DGCAનું કડક વલણ
DGCA ઇન્ડિગોની મનસ્વીતા પર કડક પગલાં લીધાં છે. સ્લોટ કાપ્યા ઉપરાંત, 17 જાન્યુઆરીએ નિયમનકારીએ ઓપરેશનલ ખામીઓ માટે ઇન્ડિગોને ₹22.20 કરોડનો દંડ ફટકાર્યો. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સને પણ ચેતવણી આપવામાં આવી. ઉપરાંત, DGCA એ ઇન્ડિગોને ₹50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો.
ચીન નહીં હવે ભારતમાં બનશે દુનિયાનો સામાન, જાણો શું છે આખો ખેલ..
