AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બગદાણાના સેવક નવનિત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી જયરાજ આહિરની કરી ધરપકડ

Breaking News: બગદાણાના સેવક નવનિત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી જયરાજ આહિરની કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2026 | 6:39 PM
Share

Breaking News: ભાવનગરઃ નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહિરના ઈશારે હુમલો થયાનો નવનીત બાલધીયાનો આક્ષેપ છે. SITની ટીમને જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળતા ધરપકડ કરી છે. નવનીત બાલધીયાને માર મારવા મુદ્દે જયરાજ આહિરની ખુલ્લી સંડોવણી સામે આવી છે. તમામ પુરાવાઓ પ્રાપ્ત થતા જયરાજ આહીરની ધરપકડ કરાઈ છે.

બગદાણાના સેવક નવનિત બાલધિયા પર હુમલામાં જયરાજ આહિરની ભૂમિકા સામે આવી છે. તેના ઈશારે જ હુમલો કરાયો હોવાનું સત્ય ઉજાગર થયુ છે. આ સમગ્ર મામલે કોળી સમાજ હાલ મેદાને છે, ત્યારબાદ મુખ્યમંત્રી લેવલ સુધી રજૂઆત કરવામાં આવી હતી. ગત 5 જાન્યુઆરીએ આ સમગ્ર કેસમાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા આ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી. ત્રણ દિવસ પહેલા જ જયરાજ આહિરનું નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યુ હતુ.

આ સાથે ફરિયાદી નવનિત બાલધિયાનું નિવેદન પણ લેવાયુ હતુ. જેમા ફરિયાદીએ કેટલાક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. આ પુરાવાના આધારે જયરાજ આહિરની SIT દ્વારા સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. હવે આ સમગ્ર કેસમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે, જેમા શા માટે નવનિત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો તેમજ હુમલાખોરોમાં અન્ય કોની કોની સંડોવણી છે તે તમામ દિશામાં તપાસ આગળ ધપશે.

શું હતો સમગ્ર મામલો

29 ડિસેમ્બરના રોજ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધીયા પર હુમલાની ઘટના બની હતી. આમાં મુખ્ય ષડયંત્રકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસ કે SIT ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી ન હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. હવે આને પગલે કોળી સમાજ હાલ રોષમાં છે અને તેમણે હવે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગરમાં યોજાનારા કોળી સમાજના સંમેલનને લઈને સમાજમાં આંતરિક ફાંટા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ આ સંમેલનના ઉદ્દેશ્યથી હજુ સુધી અજાણ છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

UNSC Reforms India: સંયુક્ત રાષ્ટ્ર પર ભડક્યુ ભારત, પાકિસ્તાનની સદસ્યતાવાળી UNSC ને સંભળાવી ખરીખોટી

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
g clip-path="url(#clip0_868_265)">