Video: અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં મુસાફરોની સંખ્યાનો અંદાજ ખોટો પડ્યો, અનેક મુશ્કેલીઓ કારણભૂત
અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને ત્વરિતે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે તેવા ઉદ્દેશ્યથી 2018માં મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં તો અમદાવાદીઓ હોંશે હોંશે આ પ્રોજેક્ટને વધાવ્યો એક અંદાજ એવો હતો કે 2022ના અંત સુધીમાં દરરોજ 6.50 લાખ લોકો મેટ્રોની મુસાફરી કરશે.
અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને ત્વરિતે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે તેવા ઉદ્દેશ્યથી 2018માં મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં તો અમદાવાદીઓ હોંશેહોંશે આ પ્રોજેક્ટને વધાવ્યો એક અંદાજ એવો હતો કે 2022ના અંત સુધીમાં દરરોજ 6.50 લાખ લોકો મેટ્રોની મુસાફરી કરશે. પરંતુ આ અંદાજ નિષ્ફળ નિવડ્યો છે. કારણકે હાલમાં મળી રહેલા આંકડાઓ પ્રમાણે મેટ્રો રેલમાં રોજના 30 હજાર લોકો જ મુસાફરી કરી રહ્યા છે. એટલે કે જે અંદાજ લગાવવામાં આવ્યો હતો, તે ખોટો પડ્યો છે. મેટ્રો રેલના બે કોરિડોરમાં 30થી વધારે સ્ટેશનમાંથી અડધા સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થાના અભાવને કારણે લોકોએ વ્હીકલ ક્યાં મુકીને મુસાફરી કરવી તે અવઢવ સર્જાય છે. જેના કારણે પણ લોકો મેટ્રો રેલ પ્રોજેક્ટમાં રેલવેની મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે.
લોકો યોગ્ય રીતે સેવાઓનો ઉપયોગ નથી કરી શકતા
મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે.. એક માગ એવી છે કે તેના સમયમાં ફેરફાર કરવામાં આવે. જો મેટ્રોનો સમય વહેલો કરવામાં આવે તો સવારે ઓફિસ જતા લોકો તેનો ઉપયોગ કરી શકે. સાથે જ મેટ્રોને વધુ મોડા સુધી શરૂ રાખવામાં આવે તો વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે.. મેટ્રોના સ્ટેશન પર બે સીડી, બે લિફ્ટ, બે એસ્કિલેટર્સ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એકનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એક બંધ રાખવામાં આવે છે.. જેથી લોકો યોગ્ય રીતે સેવાઓનો ઉપયોગ નથી કરી શકતા.