Video : અમદાવાદમાં લાગેલી આગ મુદ્દે હાઇકોર્ટે PIL નોંધી, સોમવારે સુનાવણી
અમદાવાદના શાહીબાગમાં તાજેતરમાં લાગેલી આગમાં યુવતીના મૃત્યુ બાદ આગ લાગવાની ઘટનાઓ બાબતે હાઇકોર્ટે લીધું સ્વયમ સંજ્ઞાન લીધું છે. તેમજ વર્ષ 2023ની પહેલી જાહેર હિતની અરજી હાઇકોર્ટે સુઓ મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન તરીકે નોંધી છે. જેમાં ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેર હિતની અરજી નોંધાઈ છે.
અમદાવાદના શાહીબાગમાં તાજેતરમાં લાગેલી આગમાં યુવતીના મૃત્યુ બાદ આગ લાગવાની ઘટનાઓ બાબતે હાઇકોર્ટે લીધું સ્વયમ સંજ્ઞાન લીધું છે. તેમજ વર્ષ 2023ની પહેલી જાહેર હિતની અરજી હાઇકોર્ટે સુઓ મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન તરીકે નોંધી છે. જેમાં ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેર હિતની અરજી નોંધાઈ છે. આ અંગે સોમવારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસના વડપણ વાળી બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારના ગ્રીન આર્કેડ ફ્લેટમાં લાગેલી આગમાં 15 વર્ષીય પ્રાંજલ જીરાવાલાનું મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટનાના કારણોની ફાયર બ્રિગેડ, પોલીસ અને FSLની ટીમ તપાસ કરી રહી છે. FSLની પ્રાથમિક તપાસમાં કાર્બન પાર્ટીકલ્સના કારણે પ્રાંજલનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. તો આગનું કારણ પણ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે મૃતકના વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે.