Video: બરોડા ડેરીના ચેરમેન પદેથી દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાએ આપ્યુ રાજીનામુ
Vadodara: બરોડા ડેરીના ચેરમેન પદેથી દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાએ રાજીનામુ આપ્યુ છે. તેઓ છેલ્લા 8 વર્ષથી બરોડા ડેરીન ચેરમેન હતા. જો કે ડિરેક્ટર પદે તેઓ ચાલુ રહેશે.
વડોદરામાં બરોડા ડેરીના ચેરમેન પદેથી દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધુ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધીને તેમણે રાજીનામું લખ્યુ છે. વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના MD મારફતે દીનુ મામાએ રાજીનામું પાઠવ્યું છે. તેઓ છેલ્લા 8 વર્ષથી બરોડા ડેરીના ચેરમેન હતા.
જો કે તેઓ પશુપાલકોને અપાતા ભાવ મુદ્દે ચર્ચામાં રહ્યા હતા. દીનુ મામા પાદરાના પૂર્વ ધારાસભ્ય છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. જેથી તેઓ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપના ઉમેદવાર સામે દીનુ મામાની હાર થઈ હતી.
મેનેજિંગ ડિરેક્ટરને મોકલ્યો પત્ર
નોંધનીય છે કે બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનુ મામાએ રાજીનામું આપતો પત્ર બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને મોકલી આપ્યો હતો. પત્રમાં તેમણે લખ્યુ છે કે 8 વર્ષથી તેઓ બરોડા ડેરીના પ્રમુખ પદ તરીકે જવાબદારી સંભાળી છે. આ દરમિયાન કોઈને મનદુઃખ થયું હોય તો માફ કરશો. આવનારા દિવસોમાં બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે ત્યારે બરોડા ડેરીના પ્રમુખ પદે કોણ સત્તા સંભાળશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: બરોડા ડેરી વિવાદમાં આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું, ચેરમેન દીનુમામા અને MLA કેતન ઈનામદાર વચ્ચે સમાધાન
જો કે ડેરીના ડિરેક્ટર પદે તેઓ ચાલુ રહેશે અને ડેરીના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા હવે કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખની જવાબદારી સંભાળી રહેલા સહકારી આગેવાન ગણપતસિંહ સોલંકી કાર્યભાર સંભાળશે.
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
