મધુ શ્રીવાસ્તવ બાદ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલનો બળવો, ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત

Gujarat Election 2022: વાઘોડિયાથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવ બાદ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલના પણ ટિકિટ ન મળતા બળવાના સૂર જોવા મળ્યા છે. ટિકિટ ન મળતા દિનેશ પટેલે અક્ષપ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાદરાથી ભાજપે તેમના બદલે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 11:42 PM

વડોદરામાં એક બાદ એક નેતાઓ ટિકિટ ન મળતા બળવો કરવાના મૂડમાં છે. પહેલા મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ન મળતા અપક્ષ અથવા તો કોઈ પાર્ટી સહકાર આપે તો તેની સાથે લડવાની તૈયારી દર્શાવી છે તો હવે વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વડોદરાની પાદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહેલા દિનેશ પટેલની ટિકિટ કપાતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિનેશ પટેલ જે દિનુમામાથી જાણીતા છે, તેઓ બરોડા ચેરીના ચેરમેન છે અને ભાજપે તેમને પાદરા બેઠક પરથી ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે પાદરા બેઠક પરથી ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. ગત વખતે દિનેશ પટેલને પાદરા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ આ વખતે તેમના બદલે ચૈતન્ય ઝાલાને ટિકિટ આપી છે. આથી પોતાનુ પત્તુ કપાતા દિનેશ પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મધુ શ્રીવાસ્તવના પણ જોવા મળ્યા વિરોધી સૂર

મધુ શ્રીવાસ્તવે TV9 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે કાર્યકરોની લાગણી છે કે મધુભાઈ તમે આગળ વધો, તન-મન-ધનથી તમને જીતાડીને લાવીશુ. અપક્ષ તરીકે લડો તો અપક્ષ તરીકે જે પાર્ટી પરથી લડો તે પાર્ટીથી અમે તમને જીતાડીશુ. વધુમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે કાર્યકર્તાઓએ નિર્ણય લીધો છે, કાલે બેસીશુ અને કેવી રીતે ચૂંટણી લડવી, અપક્ષ લડવુ કે કોઈ પાર્ટી સાથે લડવુ તે તે નિર્ણય અંગે જાહેરાત કરશે. હાલ ટિકિટને લઈને ભાજપમાં એક બાદ એક ધારાસભ્યોના કકળાટ સામે આવી રહ્યા છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">