Kheda : મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે કાર્યકરોએ કરી ઉજવણી, 2 લોકોની અટકાયત, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 18, 2025 | 2:03 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરી કરવામાં આવી રહી છે. જેના પગલે મતગણતરીના કેન્દ્રો બહાર મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે તેમના સમર્થકો ઉમટી આવે છે. ત્યારે ખેડાના મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા.

મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે. જેના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 2 લોકોની અટકાયત કરી છે.

હાલોલમાં ભાજપની જીત

બીજી તરફ પંચમહાલાના હાલોલ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો છે.