ગાંધીનગર વીડિયો : ભારતના સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શોનું PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાશે.મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઇ રહ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાશે.મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઇ રહ્યો છે.
જેમાં 100 વિઝિટર દેશ, જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે. 5 દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે. તો 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઇ શકશે. ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
