આજનું હવામાન : ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં એક- બે નહીં આગામી 7 દિવસ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં એક- બે નહીં આગામી 7 દિવસ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આજે નવસારી, વલસાડમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જો કે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં જામશે મેઘો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે. તો મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
15 જુલાઇ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 24થી 30 જુલાઇ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો 2થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે, તાપીનું જળસ્તર વધશે. તેમજ નર્મદા નદી બે કાંઠે થશે. આ ઉપરાંત સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
