ગીર સોમનાથ : વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, જુઓ માવઠાનો મિજાજ
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. વેરાવળ, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા વિસ્તાર પણ આ માવઠાથી પ્રભાવિત થયા છે. વેરાવળ APMCમાં કમોસમી વરસાદનું પાણી ભરાઈ ગયું છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
આખા રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં દરેક જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેને લીધે ખેડૂતની સમસ્યા વધી છે તેમજ પાકને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. તેના કારણે અનેક વિસ્તારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડામાં માવઠાની અસર જોવા મળી છે.
માવઠાનો મિજાજ
વેરાવળ APMCની વાત કરીએ તો તેના પર પણ આ વરસાદે પોતાનો મિજાજ બતાવ્યો છે. APMCમાં વરસાદનું પાણી ફરી વળ્યું છે. આ સમાચારવ લખાય છે ત્યાં સુધીમાં 2 થી 3 ઈંચ વરસાદ વરસી ગયો છે. વહેલી સવારેથી જ વરસાદનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.
Latest Videos
Latest News