ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! લગ્નના 1 મહિના પહેલા યુવકની જાણ બહાર તેનુ નસબંધીનું ઓપરેશન કરાયુ, જુઓ Video
ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ નશબંધીકાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણાની નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતો ગરીબ યુવાન આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બન્યા છે. એક મહિના બાદ યુવકના લગ્ન હતા અને લગ્ન પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ નશબંધીકાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણાની નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતો ગરીબ યુવાન આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બન્યા છે. એક મહિના બાદ યુવકના લગ્ન હતા અને લગ્ન પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ !
વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાનું કહી તેને મજૂરીએ લઈ જવાયો હતો. જે બાદ નશો થાય તેટલો દારુ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધું. યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરાયું છે. પીડિતનો આક્ષેપ છે કે જે શખ્સ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. તેણે 200 રુપિયા લીધા હતા. એટલું જ નહીં પીડિતને પણ 2 હજાર રુપિયા આપવામાં આવ્યા હતા. ઘટના ત્રણ દિવસ પહેલાની બની હોવાનું સામે આવી રહી રહ્યું છે.
યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
નવી શેઢાવી ગામના યુવકની નસબંધી મામલે મોટો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગના કર્મચારીની બેદરકારીથી નસબંધીનું ઓપરેશન થયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયાનું પણ નિવેદન સામે આવ્યુ છે. આરોગ્ય વિભાગના કર્મચારી ભૂલ થઈ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી યુવકનું ઓપરેશન થયુ હોવાનું પણ જણાવ્યુ છે.
યુવકને નશો કરાવી નસબંધી કરાયાનો આરોપ
ભૂલ કરનાર કર્મચારી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા ઓપરેશનથી 50 થી 70 ટકા રિકવરીની શક્યતા છે. 22 નવેમ્બરથી અત્યાર સુધી NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા. નસબંધી ઓપરેશન પહેલા લેવામાં પત્નીની મંજૂરી આવે છે. યુવક અપરિણીત હતો છતાં ઓપરેશન કરી નાખવામાં આવ્યુ હતુ. ઓપરેશન વખતે યુવકનો અંગુઠો લેવાયો અને સહાય પણ અપાઈ હતી.