Rajkot: ગોંડલના વાસાવડ ગામમાં ખાબક્યો ભારે વરસાદ, બે કાંઠે વહેતી થઈ વાસાવડી નદી- જુઓ વીડિયો

|

Jun 10, 2024 | 3:47 PM

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકના અનેક શહેરોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રવિવારે બપોર બાદ રાજકોટના ગોંડલમાં વરસાદ ખાબક્યો હતો. વાસાવડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે રવિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વાદળો ઘેરાયા બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ગોંડલના વાસાવડ ગામમાં રવિવારે બપોર બાદ ખાબકેલા પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યુ છે. વાવડી-ચમારડી નદીમાં નવા નીર આવ્યા છે.

આ તરફ જુનાગઢના વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે ખેડૂતોએ આ વરસાદને સીઝનનો પહેલો “વાવણી લાયક” વરસાદ ગણાવ્યો હતો. અને તેમનામાં ખુશીની લહેર ફરી વળી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધૂળની ડમરી અને આંધી સાથે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તેમજ કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Breaking News: આજે સાંજે મળશે મોદી કેબિનેટ 3.Oની પ્રથમ બેઠક, સંસદ સત્ર વહેલુ બોલાવવા અંગે થઈ શકે ચર્ચા-સૂત્ર

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:45 pm, Mon, 10 June 24

Next Video