AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad: વાપીમાં ધોળા દિવસે મોબાઈલની દુકાનમાં લૂંટ, મોબાઈલ રિપેર ન થયો તો અન્ય ગ્રાહકનો ફોન શખ્સો ઝૂંટવી ફરાર

Valsad: વાપીમાં ધોળા દિવસે ચાર ઈસમોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરી લૂંટ ચલાવી. રિપેર માટે આપેલો મોબાઈલ રિપેર ન હોવાથી ચાર શખ્સોએ દુકાનદાર સાથે માથાકુટ કરી અને અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

Valsad: વાપીમાં ધોળા દિવસે મોબાઈલની દુકાનમાં લૂંટ, મોબાઈલ રિપેર ન થયો તો અન્ય ગ્રાહકનો ફોન શખ્સો ઝૂંટવી ફરાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2024 | 12:11 AM
Share

Valsad: વાપી શહેરમાં ધોળા દિવસે ચાર શખ્સોએ મોબાઈલની દુકાનમાં દાદાગીરી કરીને લૂંટ ચલાવી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શખ્સોએ મોબાઈલ રિપેર કરાવવા માટે દુકાનમાં આપ્યો હતો. જ્યારે શખ્સો પોતાનો ફોન પાછો લેવા આવ્યા ત્યારે તેમનો ફોન રિપેર નહોતો થયો. જેને લઈ શખ્સો ઉશ્કેરાયા. જે બાદ શખ્સોએ અન્ય ગ્રાહકનો ફોન ઝૂંટવી લીધો. ઘટનાના CCTV દૃશ્યમાં જોઈ શકાય છે કે ચાર શખ્સ દુકાનમાં આવે છે. ત્યારે જ એક શખ્સ અન્ય ગ્રાહક પાસેથી મોબાઈલ ઝૂંટવી લે છે. આ શખ્સ મોબાઇલ લઇને હળવેથી પાછળ ખસી જાય છે. જે દરમિયાન અન્ય એક શખ્સ તે મોબાઇલ લઇને ખિસ્સામાં મૂકી દે છે.

જો કે ટેબલ પાસે ઉભેલો અન્ય એક શખ્સ રિપેરમાં આપેલો પોતાનો મોબાઇલ માગે છે. તે દરમિયાન દુકાનદાર સાથે માથાકૂટ કરે છે. જોત-જોતામાં જ શખ્સ અને દુકાનદાર વચ્ચેની વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ જાય છે. આ દરમિયાન શખ્સો દુકાનના દરવાજા પાસે ઉભેલા એક આધેડને પણ જોરદાર ધક્કો મારે છે અને ફરાર થઇ જાય છે.

આ પણ વાંચો: Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે નોંધાવ્યો વિરોધ- Video

જો કે દુકાનદારે સમગ્ર ઘટનાને લઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ ચારેય શખ્સોની ધરપકડ કરાઇ છે. આ શખ્સો દમણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
g clip-path="url(#clip0_868_265)">