Pahalgam Terror Attack : રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા, સરકાર પાસે મદદની કરી માગ, જુઓ Video

Pahalgam Terror Attack : રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા, સરકાર પાસે મદદની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 24, 2025 | 3:01 PM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 26 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાંથી 3 ગુજરાતીઓના પણ મોત થયા હતા. પ્રાપ્તથતી માહિતી અનુસાર ગુજરાતમાંથી મોરારી બાપુની રામ કથા સાંભળવા ગયેલા લોકોમાંથી ભાવનગરના 2 વ્યક્તિ એટલે કે પિતા-પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 26 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાંથી 3 ગુજરાતીઓના પણ મોત થયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી મોરારી બાપુની રામ કથા સાંભળવા ગયેલા લોકોમાંથી ભાવનગરના 2 વ્યક્તિ એટલે કે પિતા-પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકી હુમલાના પગલે કેટલાય યાત્રાળુઓ શ્રીનગરમાં ફસાયા છે. ત્યારે વડોદરાના પ્રવાસીઓ શ્રીનગરમાં અટવાયા છે. વાઘોડિયા રોડ પર રહેતા પરિવારના 19 સભ્યો શ્રીનગરમાં અટવાયા છે. રામકાથા સાંભળવા માટે કાશ્મીર ગયા હતા. પરંતુ આતંકી હુમલા બાદ વાહનવ્યવહાર બંધ હોવાથી સરકાર પાસે મદદ માગી છે. કાશ્મીરથી ગુજરાત આવવા માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

ફ્લાઈટની ટિકિટના ભાવમાં ધરખમ વધારો

આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ ₹ 15 હજાર પર પહોંચ્યા છે. અગાઉ 2 થી 3 હજારમાં ટિકિટ મળતી હતી. જેની અત્યારે કિંમત 15 હજાર પહોંચી છે. અનેક સહેલાણીઓ દ્વારા વતન જવા પ્રયાસ હાથ ધર્યો છે. હવાઈ મુસાફરીના ભાવના ધરખમ વધારો થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો