VADODARA : શહેરના ઝોન 1 અને ઝોન 2 વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં શહેર પોલીસે કોમ્બિંગ કર્યું છે. વિવિધ વિસ્તારોમાં બહારથી આવીને રહેતા લોકોનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે.
VADODARA : વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો પર તવાઈ બોલાવવા પોલીસે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ કમિશનરના આદેશથી બે ઝોનમાં સામૂહિક કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસે શહેરના ઝોન 1 અને ઝોન 2 વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન કર્યું છે. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં શહેર પોલીસે કોમ્બિંગ કર્યું છે. વિવિધ વિસ્તારોમાં બહારથી આવીને રહેતા લોકોનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બનેલી ઘટનાઓને લઈને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા દુષ્કર્મ અને આપધાત કેસમાં તપાસ સામે સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા દિવસથી પોલીસ તપાસ કરી રહી છે, પણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી નથી. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે હાથ ધરેલા આ મેગા કોમ્બિંગ ઓપરેશન અંગે કહેવામાં આવી રહ્યું છે કે નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં પોલીસ હવે જમીન આસમાન એક કરીને આરોપીઓને ઝડપી લેવા માંગે છે. માટે જ આ
મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાના 40 કેસ, 531 કરોડનું રાહત પેકેજ, 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું, જાણો તમામ સમાચાર
આ પણ વાંચો : Mumbai: એન્ટિલિયા કેસમાં નવાબ મલિકે કર્યો ઘટસ્ફોટ, પરમબીર સિંહ અને સચિન વાજેનો હતો એન્કાઉન્ટર કરવાનો ખતરનાક પ્લાન