Mumbai: એન્ટિલિયા કેસમાં નવાબ મલિકે કર્યો ઘટસ્ફોટ, પરમબીર સિંહ અને સચિન વાજેનો હતો એન્કાઉન્ટર કરવાનો ખતરનાક પ્લાન

નવાબ મલિકે કહ્યું કે 'આ નકલી પાકિસ્તાની પાસપોર્ટ NIAના હાથમાં છે. આ પાસપોર્ટના બહાને એન્કાઉન્ટર કરવાનું હતું. તે પાસપોર્ટ NIAના પંચનામામાં છે. NIAએ તે માહિતી સાર્વજનિક કરવી જોઈએ.'

Mumbai: એન્ટિલિયા કેસમાં નવાબ મલિકે કર્યો ઘટસ્ફોટ, પરમબીર સિંહ અને સચિન વાજેનો હતો એન્કાઉન્ટર કરવાનો ખતરનાક પ્લાન
Mukesh Ambani's house 'Antilia'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:54 PM

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર ‘એન્ટીલિયા’ની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળ્યા બાદ (Antilia bomb scare case) અને પછી મનસુખ હિરેન હત્યા (Mansukh Hiren murder case) કેસમાં NCP નેતા અને મંત્રી નવાબ મલિકે મોટો ખુલાસો કર્યો છે. જો એન્ટિલિયા કેસમાં હિરેનની હત્યા ન થઈ હોત અને તે પોલીસની શરણમાં ગયો હોત તો આજે ઘણા રહસ્યો ખુલ્યા હોત.

પરમબીર સિંહ (Parambir Singh) અને સચિન વાજે (Sachin Waze) એક ગુંડાનું નકલી એન્કાઉન્ટર કરવાની યોજના બનાવી રહ્યા હતા. તે ગુંડાનો નકલી પાકિસ્તાની પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે પાકિસ્તાન જઈને આવવા માટેની એન્ટ્રી પણ કરવામાં આવી હતી. આ સનસનીખેજ દાવો નવાબ મલિકે પોતાની મંગળવારની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

નવાબ મલિકે મંગળવારે પૂણેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘આ નકલી પાકિસ્તાની પાસપોર્ટ NIAને મળી આવ્યો છે. આ પાસપોર્ટના બહાને તે ગુંડાનું એન્કાઉન્ટર થવાનું હતું. તે પાસપોર્ટ NIAના પંચનામામાં છે. NIAએ તે માહિતી સાર્વજનિક કરવી જોઈએ.

‘પરમબીર સિંહ અને સચિન વાજેએ ગેરમાર્ગે દોર્યા છે’

રાજ્ય સરકારે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. પરંતુ આ બે વર્ષના કાર્યકાળમાં સિંહ જેવા અધિકારીઓએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે નવાબ મલિકને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું ‘આ તમામ રાજકીય પ્રેરિત આરોપો છે.

પરમબીર સિંહ અને સચિન વાજેએ સંયુક્ત રીતે વિસ્ફોટકોથી ભરેલું વાહન એન્ટિલિયાની બહાર રાખવાની યોજના બનાવી હતી. સરકારને માહિતી આપતી વખતે અલગથી બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. સિંહ અને વાજે સરકારને બ્રિફિંગ આપતા હતા. જેમ તેઓ સરકારને કહેતા હતા, સરકાર પણ સંમેલનમાં એવી જ બાબતો રજૂ કરતી હતી. આ બંને સરકારને ગેરમાર્ગે દોરતા હતા.

‘ચાંદીવાલ કમિશનનો રિપોર્ટ આવશે તો સત્ય બહાર આવશે’

નવાબ મલિકે વધુમાં કહ્યું કે ‘હત્યાની ઘટના બાદ સચિન વાજે સરકારને આમ- તેમ ભટકાવતો રહ્યો. જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે સિંહને મુંબઈના કમિશનર પદ પરથી હટાવીને હોમગાર્ડ વિભાગમાં મૂકવામાં આવ્યા. ટ્રાન્સફરના જવાબમાં સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો અને મુખ્યપ્રધાનને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ કરી.

આ પછી સીબીઆઈ આ મામલાની તપાસ માટે આગળ આવી, કેસ નોંધવામાં આવ્યો. અનિલ દેશમુખે પણ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલ મામલો કોર્ટમાં છે. પરંતુ આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત હતો. ચાંદીવાલ કમિશનની તપાસ ચાલુ છે. રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે.’

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">