AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગથી મુસાફરોને ભારે હાલાકી, જુઓ Video

Vadodara : પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગથી મુસાફરોને ભારે હાલાકી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:45 PM
Share

પાદરા એસટી બસ સ્ટેન્ડમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહે છે. એસટી વિભાગની બેદરકારીના કારણે સ્વચ્છતા ન જળવાતી હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા છે. બસ સ્ટેન્ડમાં ગંદકીથી ત્રસ્ત એસટી વિભાગ પણ સ્વચ્છતા રાખવા લાઉડ સ્પીકરથી સતત સૂચના આપી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે.

વડોદરાના પાદરા એસટી બસ સ્ટેન્ડમાં કચરાના ઢગલાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાદરા એસટી બસ સ્ટેન્ડમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહે છે. એસટી વિભાગની બેદરકારીના કારણે સ્વચ્છતા ન જળવાતી હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Vadodara : માવઠાએ મહેનત પર પાણી ફેરવ્યુ, વડોદરાના કરજણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની

બસ સ્ટેન્ડમાં ગંદકીથી ત્રસ્ત એસટી વિભાગ પણ સ્વચ્છતા રાખવા લાઉડ સ્પીકરથી સતત સૂચના આપી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ પાદરા એસટી બસ સ્ટેન્ડનું રિનોવેશન કરાયું છે ત્યારે નવા બસ સ્ટેન્ડમાં ગંદકીના સામ્રાજ્યથી એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

સ્ટેશન માસ્તરને ખખડાવ્યા

હિંમતનગર રેલ્વે સ્ટેશન પર અચાનક જ પહોંચેલા સાંસદ અને ધારાસભ્યને ઠેર ઠેર ગંદકી જ ગંદકી નજર આવી રહી હતી. રેલવે સ્ટેશનની આવી સ્થિતી જોઈને સાંસદ દિપસિંહ રાઠોડે સ્ટેશન માસ્તરને નિરીક્ષણ કાર્ય યોગ્ય થતુ નહી હોવાને લઈ ખખડાવ્યા હતા. મુસાફરોને સ્વચ્છ રેલ્વે સ્ટેશનનો અહેસાસ થવો જોઈએ તેમ જ પ્લેટફોર્મ પર પણ સ્વચ્છતા જળવાઈ રહે જોઈએ તેવી તાકીદ કરી હતી. સ્ટેશન માસ્તરને નિયમિત રુપે નિરીક્ષણ સફાઈને લઈને થવુ જોઈએ અને ક્યાંય કોઈ જ સ્થળે ગંદકી ના રહેવી જોઈએ એવી જવાબદારી પૂર્વક ચિવટતા દાખવવા માટે સૂચના આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">