Vadodara : દૂધના ભાવવધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, 20 કોંગીજનોની અટકાયત
હાલ રાજયભરમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
Vadodara : હાલ રાજયભરમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. અહીં, દૂધના ભાવ વધારાને લઇને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બરોડા ડેરી સર્કલ ખાતે એકત્ર થઇ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકરોએ દૂધ વગરની ચા બનાવી વિરોધ કર્યો છે. તો પોલીસ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, VMSSના વિપક્ષ નેતા અમીબેન રાવત સહિત 20થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. અહીં કોંગી કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સરકાર વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
Published on: Jul 11, 2021 04:55 PM
Latest Videos
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો