વડોદરામાં બુધવારે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે વડોદરાના વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વડોદરા શહેરમાં 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યાં છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાત્રીના સમયે પડેલા ભૂવામાં પાણી વહેતા રોડ વધુ ધોવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વાહનચાલકો અટવાયા હતા. ભૂવો પડતા જ સ્માર્ટ સીટીની મોટી મોટી વાતનો પર્દાફાશ થયો છે. રોડ પર મસમોટો ભૂવો પડતા અડધાથી વધારે રોડ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. જો રાત્રીના સમયે ભૂવો ન દેખાય તો કોઈ પણ વ્યક્તિ કે વાહન ભૂવામાં ખાબકી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.