Vadodara: મનપાએ તૈયાર કર્યો પ્રિ-મોન્સુન પ્લાન ડ્રેનેજ અને તળાવોમાં પાણી પહોંચતા માર્ગોની સફાઈના આદેશ

વરસાદ પહેલા મનપાની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત મનપા-ફાયર બ્રિગેડનો પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર થઈ ગયો છે. ડ્રેનેજ, કાંસ અને તળાવોમાં પાણી પહોંચતા માર્ગોની સફાઈના માટેના આદેશ આપવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 10:00 PM

શહેરમાં એક તરફ વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ છે. ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાઓ પ્રિ-મોન્સુન પ્લાન માટે તૈયારી કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ પણ મોન્સૂન પ્લાન તૈયાર કર્યો છે. કોર્પોરેશન અને ફાયર વિભાગે ભેગા મળીને પ્લાન તૈયાર કર્યો છે. વરસાદ દરમિયાન કોઈ પણ સ્થળે પાણી ભરાવવાની સમસ્યા હશે તો તુરંત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સાથે જ ડ્રેનેજ, વરસાદી કાંસ અને તળાવોમાં પાણી પહોંચતા માર્ગોની સફાઈના આદેશ પણ અપાયા છે. જો સતત 5 ઈંચ વરસાદ પડે તો અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ જતો હોય છે. જેનો નિકાલ પણ વહેલી તકે કરાય તેવી વ્યવસ્થાના દાવા કરાઈ રહ્યા છે.

આ પણ વાંચો : વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર, મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવાશે

વરસાદી સમસ્યા વખતે ફાયર બ્રિગેડ પણ મોટી જવાબદારી નિભાવે છે. નીચાણવાળા વિસ્તારો અને વિશ્વામિત્રી નદીના તટવાળા વિસ્તારોમાં જો વરસાદી પાણીનો ભરાવો થાય, તો તાત્કાલિક મદદ પહોંચાડવાનું આયોજન ફાયર બ્રિગેડે ઘડી કાઢ્યું છે. જે માટે 104 વાહનો, 28 બોટ, ટુલ્સ ઈક્વિપમેન્ટ અને સ્વિમિંગ ટીમ પણ તૈયાર કરાઈ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">