Gujarati Video : વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર, મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવાશે
વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે.
રાજકોટ બાદ વડોદરામાં ( Vadodara ) 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્યપ્રધાન અને ગૃહ રાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપશે.
આ પણ વાંચો : Vadodara: 3 જૂને બાબા બાગેશ્વરનો કાર્યક્રમ, DCP સહિતની પોલીસની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ, જુઓ Video
તો બીજી તરફ સુરત બાદ રાજકોટમાં ( Rajkot ) યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્રશાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે.
આયોજક યોગીન છનિયારાએ કહ્યું, સુરતના કાર્યક્રમને જોતા બાબાના દરબારમાં સવા લાખ થી વધારે લોકો આવે તેવી શક્યતા છે. દરબારમાં આવવા માટે કોઈ રજિસ્ટ્રેશન કે ટોકન સિસ્ટમ રાખવામાં આવી નથી. જો કે આજે અમદાવાદમાં બાબાનો ભવ્ય દરબાર યોજાવવાનો હતો પરંતુ વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી ભરાયા હોવાથી આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
