વડોદરાને ક્રિએટિવ સિટી બનાવવાના દાવા માત્ર કાગળ પર, મનપાના અંદાજપત્રમાં ટુરિઝમના વિકાસ અંગે કોઈ જોગવાઈ નહીં- જુઓ Video
વડોદરાને ક્રિએટિવ સિટી બનાવવાના દાવા છતાં, 2025-26ના બજેટમાં ટુરિઝમ વિકાસ માટે કોઈ જોગવાઈ નથી. વડોદરા દર્શન બસ બંધ છે, પરંતુ અધિકારીઓએ તે ચાલુ હોવાનો ખોટો દાવો કર્યો. શહેરના વિકાસ માટે 4 કરોડના કામોનું આયોજન થયું છે, પરંતુ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવાની માંગણી કરવામાં આવી રહી છે. વિપક્ષે સત્તા પક્ષ પર કટાક્ષ કર્યો છે
વડોદરા શહેરને ક્રિએટિવિટી સિટીનો દરજ્જો મળે તે માટે છેલ્લા બે વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે.. જે માત્ર ચોપડામાં જ દેખાઈ રહી છે.. મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજ પત્ર આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં વડોદરામાં ટુરીઝમના વિકાસ અંગે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. વડોદરા દર્શન બસ ધૂળ ખાઇ રહી હોવા છતાં સિટી એન્જિનિયર સહિત બે અધિકારીઓએ વડોદરા દર્શન બસ ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
શહેરમાં 4 કરોડના ખર્ચે ઇન્ફર્મેશન સેન્ટર, આર્ટ ગેલેરી, ન્યાય મંદિર કોર્ટ બિલ્ડિંગનું નવિનીકરણ અને લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલરો દ્વારા તંત્રને શહેરની પાલિકા આ માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ ગ્રાન્ટ આપવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. જોકે ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર હેરિટેજ ક્રિએટિવિટી સીટી બનશે અને તેના માટેની કામગીરી ના પૂરતા પ્રયત્નો ચાલુ જ છે.
તો આ તરફ વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો હતી પરંતુ કોઈ જ વસ્તુ શહેરમાં દેખાઈ રહી નથી.. તો બીજી તરફ ટુરિઝમ વિભાગના અધિકારી દ્વારા પણ ભૂલવામાં આવ્યું કે ગાઈડ અને ટુરિસ્ટોના અભાવે વડોદરા દર્શન બસ બંધ કરવામાં આવી હતી. જો કે આવનારા દિવસોમાં ચાલુ કરવા માટેનું આયોજન કરવામાં આવશે.