અમદાવાદમાં નશાકારક સિરપ ઝડપાવાનો મામલો, વડોદરામાં કાર્યવાહી, ગોડાઉન સીલ કરાયું
અમદાવાદના વટામણ ચાર રસ્તા પાસેથી નશાકારક સિરપના મામલે વડોદરા કનેકશન સામે આવતા પોલીસે સુભાનપુરામાં દરોડા પાડ્યા હતા. વડોદરાના સુભાનપુરામાં નશાકારક સિરપના ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમ દ્વારા 590 નંગ સિરપની બોટલ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના વટામણ પાસેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક રિક્ષા દ્વારા હેરફેર કરવામા આવતી કોડિન યુક્ત નશાકારક કફ સિરપના જથ્થાને ઝડપી લીધી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે સિરપની 590 બોટલો સાથે બે શખ્શોને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિરપનો આ જથ્થો વડોદરાથી લવાયો હોવાનું ખુલતા જ પોલીસે હવે વડોદરામાં દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. સફિદ્દુન શેખ અને પ્રતિક પંચાલની ધરપકડ બાદ તેમની પૂછપરછ આધારે વડોદરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસે આનંદવન કોમ્પ્લેક્સની દુકાનમાં રહેલા સિરપના ગોડાઉનને સીલ કર્યુ હતુ. આ ગોડાઉન રાજુ નામના ઇસમનું હોવાનું સામે આવતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos