વડોદરા : કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર આરોપીને જેલ હવાલે કરાયો, જુઓ વીડિયો
કલેક્ટર કચેરીના CCTV ફૂટેજમાં આકાશ આગ લાગી તે સમયે અંદર જતો અને બહાર આવતો સ્પષ્ટ દેખાય છે. રાવપુરા GPO પાસે રહેતો આકાશ ખાનગી કંપનીમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. સવા વર્ષ પહેલા કલેક્ટર કચેરીના મહિલા શૌચાલયમાં નળ બંધ કરવા ઘૂસી ગયેલા આકાશ પાસે માફી પત્ર લખાવવામાં આવ્યું હતું. આ અપમાનનો બદલો લેવા માટે આકાશે આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું.
વડોદરાની કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર આકાશ સોનારને કોર્ટે જેલ હવાલે મોકલ્યો છે. રાવપુરા પોલીસે આરોપીના રિમાન્ડ ન માગતા આકાશને જેલ હવાલે મોકલાયો. આરોપીના પિતાએ માનસિક સારવારના સર્ટિફિકેટ રજૂ કરી રાહત માંગી હતી. આ મુદ્દે કોર્ટે નિષ્ણાંત તબીબો પાસે પરિક્ષણ કરાવીને રિપોર્ટ માગ્યો છે. જેથી રાવપુરા પોલીસ જેલમાંથી કસ્ટડી મેળવીને આકાશનું તબીબી પરિક્ષણ કરાવશે.
આ પણ વાંચો યુવતીને બાઈકની ટાંકી પર બેસાડી રોમિયોગીરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો