ચોધાર આંસુએ રડી વૃદ્ધા, વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત, જુઓ Video

ચોધાર આંસુએ રડી વૃદ્ધા, વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 04, 2026 | 10:15 PM

વડોદરાના ફતેહગંજમાં દબાણ શાખાની કાર્યવાહીથી એક નિરાધાર વૃદ્ધાની એકમાત્ર રોજીરોટી છીનવાઈ ગઈ છે. ભાડાના મકાનમાં એકલા રહેતા આ વૃદ્ધાની લારી જપ્ત થતાં તેઓ નિઃસહાય બન્યા છે.

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાલિકાની દબાણ શાખાએ એક નિરાધાર વૃદ્ધ મહિલાની લારી જપ્ત કરી લીધી છે, જે તેમની એકમાત્ર રોજીરોટીનું સાધન હતી. આ કાર્યવાહીને કારણે ભાડાના મકાનમાં એકલા રહેતા વૃદ્ધા નિઃસહાય અને ભાવુક બની ગયા છે.

પોતાની વેદના વ્યક્ત કરતા વૃદ્ધાએ ચોધાર આંસુએ જણાવ્યું કે, “હવે મારામાં હિંમત નથી રહી.” તેમણે પાંચ હજાર રૂપિયા ખર્ચીને આ લારી ખરીદી હતી અને તેના પર જ તેમનું ગુજરાન ચાલતું હતું. ઘરનું સાત હજાર રૂપિયા ભાડું અને અન્ય ખર્ચાઓ વચ્ચે આ લારી જ તેમની જીવનનો આધાર હતી. કમાણીનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં વૃદ્ધાએ પાલિકા તંત્ર પાસે પોતાની લારી પરત આપવા અથવા કોઈ રાહત આપવા માટે કરગર્યા છે.

આ ઘટના બાદ વડોદરામાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ દબાણ હટાવવું જરૂરી છે, ત્યારે બીજી તરફ આવી નિરાધાર વ્યક્તિઓની આજીવિકા છીનવાઈ જવાથી માનવતાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું આવી પરિસ્થિતિમાં માનવીય અભિગમ અપનાવવો ન જોઈએ?

વાતાવરણમાં પલટો, ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં, જુઓ નવી આગાહી

Published on: Sep 04, 2026 10:15 PM
Follow Us
Loading...
Unable to load recommendations.