vadodara : બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.

vadodara : ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાયો હતો.ત્યાર બાદ પાલખીયાત્રા નીકળી હતી.પાલખીયાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ કરાઇ.અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હરિપ્રસાદ સ્વામીને અંતિમ વિદાય આપી હતી.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati