વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં, DEOએ શાળા પાસે મંગાવી પ્રવાસની વિગતો, જુઓ વીડિયો
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. DEOએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરી મેળવી હોય તો તે કાગળ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે.
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. DEOએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરી મેળવી હોય તો તે કાગળ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. સ્કૂલ પાસેથી પ્રવાસ માટે ક્યા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી માગી હતી. તેમજ DEOએ કહ્યુ કે સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે DEOએ જણાવ્યુ કે સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે.
શું હતી ઘટના ?
ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
