AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : ખજૂરીયા ગેંગના 5 આરોપી સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 આરોપીઓની ધરપકડ

VADODARA : ખજૂરીયા ગેંગના 5 આરોપી સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 આરોપીઓની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:15 PM
Share

14 જીલ્લાઓમાં જુદા જુદા સ્થળ અને સમયે સંગઠિત થઇને માલમત્તા લૂંટનારી ખજૂરીયા ગેંગના 5 શખ્સો પર 10 નવેમ્બરના રોજ ગુજરાત આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

VADODARA : દાહોદના પીપલોદમાં ધાડ પાડનાર ખજૂરીયા ગેંગના 5 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓ પકડાઈ ચુક્યા છે.શંકર, ભરત પંચાલ, હેમરાજની જેલમાં જઈને પૂછપરછ કરવામાં આવશે.આ કેસમાં બળવંત બજાણીયા નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે.નોંધનીય છે કે આ ગેંગના સાગરીતોએ 14 જીલ્લામાં 35 ધાડ લૂંટના બનાવોને અંજામ આપ્યો છે. 14 જીલ્લાઓમાં જુદા જુદા સ્થળ અને સમયે સંગઠિત થઇને માલમત્તા લૂંટનારી ખજૂરીયા ગેંગના 5 શખ્સો પર 10 નવેમ્બરના રોજ ગુજરાત આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગત તારીખ 28 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામમાં રહેતા હોટલ માલિક ભરતભાઇ ભરવાડના ઘરેથી સોના ચાંદીના દાગીના,મોબાઇલ રકમ સહિત 31.32 લાખ રુપિયાની ચોરી થઇ હતી.ચોરીની આ ઘટના અંગે પીપલોદ પોલીસ સ્ટેશનમાં ધાડ અને લૂંટની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદના અનુસંધાને પોલીસ તપાસમાં 11 શખ્સોની ખજૂરીયા ગેંગના લૂંટ અને ઘાડના સંગઠિત ગુનાઓ સાથે સંકળાઇ હોવાનો પદાર્ફાશ થયો હતો. લૂંટ અને ધાડના સંગઠિત ગુના આચરતી ટોળકી ગરબાડા તાલુકાના ખજૂરીયા ગામ આસપાસની હોવાથી ખજૂરીયા નામથી કુખ્યાત છે.

આ પણ વાંચો : બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો : FACEBOOK પર 28 લાખની છેતરપિંડી : ગોધરા સાઈબર ક્રાઈમે 2 નાઈજીરીયન અને 1 ભારતીય નાગરિકની ધરપકડ કરી

g clip-path="url(#clip0_868_265)">