FACEBOOK પર 28 લાખની છેતરપિંડી : ગોધરા સાઈબર ક્રાઈમે 2 નાઈજીરીયન અને 1 ભારતીય નાગરિકની ધરપકડ કરી

પોલીસે ઉત્તરપ્રદેશના ગાજિયાબાદથી 3 ઠગબાજોની ધરપકડ કરી.નાઈઝિરીયન ઠગ ટોળકી પાસેથી ગોધરા સાઈબર ક્રાઈમ પોલીસે 11 મોબાઈલ, બેન્ક પાસબુક સહીત ATM કાર્ડ કબજે કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 7:18 PM

PANCHMAHAL : પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા નિવૃત શિક્ષક સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 3 ઠગબાજ ઝડપાયા.ફેસબુક પર ડમી ID બનાવીને શિક્ષક સાથે મિત્રતા કેળવી કિંમતી ભેટ આપવાના બહાને 27.76 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.પોલીસે ઉત્તરપ્રદેશના ગાજિયાબાદથી 3 ઠગબાજોની ધરપકડ કરી.નાઈઝિરીયન ઠગ ટોળકી પાસેથી ગોધરા સાઈબર ક્રાઈમ પોલીસે 11 મોબાઈલ, બેન્ક પાસબુક સહીત ATM કાર્ડ કબજે કર્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મૂજબ ગોધરાના સોનીવાડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત શિક્ષકને ફેસબુક એકાઉન્ટ ઉપર અજાણી વ્યકિતએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. શિક્ષકે રીકવેસ્ટ એકસેપ્ટ કરતાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલનાર ઠગ દ્વારા ગીફટ મોકલવાના નામે વોટસએપ નંબર મેળવ્યો હતો અને વોટસએપ ઉપર કુરીયર પાર્સલની રીસીપ્ટ મોકલી વિશ્વાસ કેળવ્યો હતો. આ ઠગબાજોએ ગીફટ છોડાવવાના નામે રૂ.27,76,501 (27 લાખ 76 હજાર 501)રૂપીયા પડાવી લઈ ચીટીંગ કર્યાની ફરિયાદ ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ કરી ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ ખાતેથી 2 નાઈજીરીયન (આફ્રિકન ) અને 1 દિલ્હીના ઈસમને ઝડપી પાડ્યા છે.

ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પકડી પાડવા માટે આરોપીઓ અલગ – અલગ ફેસબુક ID પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા હતા. આ રીકવેસ્ટ સ્વીકારતા લોકો સાથે મેસેન્જરમાં ચેટ કરી વોટસએપ નંબર મેળવી તેના ઉપરથી છોકરીઓ સાથે ચેટીંગ કરાવડાવી વિદેશમાંથી કિંમતી ભેટ મોકલવાનું જણાવતા. આ માટે મેસેન્જર, વોટસએપ તથા ફોન દ્વારા વાતચીત કરી ગીફટ છોડાવવાની તથા ડોલર બનાવવાની લાલચ આપતા હતા.

આરોપીઓ ટ્રોલી બેગમાં ડોલર બનાવવાનું મટીરીયલ્સ લઈને આવેલ છું તેમ કહી લીલા કાગળોના લંબચોરસ ડોલરના માપના ટુકડાઓના બંડલ આપતા હતા અને 100 અમેરીકી ડોલર કાગળના લંબચોરસ ટુકડા ઉપર રંગીન પ્રિન્ટ કરેલ નોટોને અસલી ડોલર તરીકે બતાવતા હતા. આ ડોલર બનાવવાની પ્રોસેસ માટે કેમીકલ ખરીદવા માટે પ્રાસેસ ફીના નામે ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને અન્ય બેંકમાં નાણાં ટ્રાન્સફર કરી ચેક તથા ATMથી ઉપાડી લઈને ગુન્હો આચરતા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્ત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">