AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિ પાક માટે યુરિયાની તાતી જરૂરિયાત વચ્ચે ગીર સોમનાથમાં ખાતરનો અભાવ, જુઓ વીડિયો

રવિ પાક માટે યુરિયાની તાતી જરૂરિયાત વચ્ચે ગીર સોમનાથમાં ખાતરનો અભાવ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 8:17 PM
Share

ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછત જોવા મળી છે. યુરિયા સહિતના ખાતરનો અભાવ છે. ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇન જોવા મળી હતી. સવારથી સાંજ સુધી ખેડૂતો ધક્કા ખાતા રહ્યા પરંતુ ખાતર નથી મળી રહ્યું. કલાકોની રાહ બાદ 2 થેલી ખાતર મળે છે. વહીવટી તંત્ર અને સરકાર સામે રોષ વ્યાપ્યો છે. પૂરતા પ્રમાણમાં ખાતરની માગ રવિ પાક માટે યુરિયાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

એક તરફ રવિ પાક વાવવાની સીઝન શરૂ થઈ છે. ખેડૂતો ઘઉં અને કઠોળ સહિતના પાક વાવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા સહિત અન્ય ખાતરોની અછત સર્જાણી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી છે અને ખેડૂતો પોતાનો કામ-ધંધો મૂકીને સવારથી સાંજ સુધી યુરિયા સહિતના ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. કલાકો સુધી ઉભા રહ્યા બાદ મળે છે માત્ર 2 થેલી ખાતર.

કેટલાંક ખેડૂતોને તો 2થી 3 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. જેથી ખેડૂતો સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. પાકને હાલ ખાતરની ખૂબ જરૂરિયાત છે.

ગીર સોમનાથ, વેરાવળ, તાલાળા, કોડિનાર, ઉના, સૂત્રાપાડા હોય કે પછી ગીર ગઢડા તમામ સ્થળો પર આ જ સ્થિતિ છે. ખેડૂતોની લાંબી કતાર, ખેડૂતોની રાવ છે, કે ખેતી પ્રમાણે કોઇને 8 થેલી ખાતર જોઇએ. જો કે કલાકો સુધી રાહ જોયા બાદ 2 થેલી ખાતર મળે છે. ખેડૂતોની માગ છે, કે પૂરતા પ્રમાણમાં યુરિયા સહિત તમામ ખાતર ઉપલબ્ધ કરવામાં આવે. તો, આ મુદ્દે ખાતરના ડેપો સંચાલકને સવાલ પૂછાયો, તો તેમણે શું જવાબ આપ્યો સાંભળો.

આ પણ વાંચો : ગીરસોમનાથ બન્યુ કૃષ્ણમય, પ્રાચીતીર્થમાં આહિરોના આત્મકલ્યાણ માટે શ્રી કૃષ્ણ અને યદુકુળના યોદ્ધાઓનું કરાયુ તર્પણ

રવિ પાકની સીઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જેથી પૂરતા પ્રમાણમાં ખાતરની માગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર ખાતર માટે શું વ્યવસ્થા કરે છે?

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">