Breaking News : આગામી સપ્તાહે ફરી ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

| Edited By: | Updated on: Apr 03, 2026 | 6:07 PM

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે આકાશ વાદળછાયું રહેવા સાથે હવામાનમાં પલટો આવ્યો છે. કેટલાક સ્થળોએ નોંધપાત્ર કમોસમી વરસાદ વરસ્યો છે. તો કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ગુજરાતમાં હજુ આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સપ્તાહમાં સર્જાશે જેની અસર હેઠળ ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ જોવા મળશે.

રાજ્યમાં હાલ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, જેના કારણે પવનની ગતિમાં વધારો અને આકાશમાં વીજળી ચમકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં, હવામાન વિભાગે 7 એપ્રિલના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યને અસર કરશે તેવી આગાહી કરી છે. જેના કારણે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

અમદાવાદ શહેરમાં CNG નો ઠેકો ધરાવનાર અદાણી ટોટલ ગેસે, પ્રતિ કિલોએ રૂ.1.50નો કર્યો ભાવ વધારો

Published on: Apr 03, 2026 06:00 PM
Follow Us