Rain News : છેલ્લા 24 કલાકમાં 239 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video
ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. શિયાળાની શરુઆત પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. શિયાળાની શરુઆત પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 239 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાજ્યના 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ 56 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હજુ પણ 31 ઓક્ટોબર સુધી રાજ્ય પર કમોસમી વરસાદની ઘાત યથાવત છે. ગુજરાતમાં ધોધમાર કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. તેમજ પાકને નુકસાનની ભીંતિ પણ સેવાઈ રહી છે.
