દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વાતાવરણમાં પલટો, માવઠું પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો
રાજ્યભરમાં કડકતી ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો ભરશિયાળે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દ્વારકા જિલ્લાના 2 તાલુકામાં માવઠું થયુ હોવાનું સામે આવ્યું છે. તો દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુરમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
રાજ્યભરમાં કડકતી ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો ભરશિયાળે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દ્વારકા જિલ્લાના 2 તાલુકામાં માવઠું થયુ હોવાનું સામે આવ્યું છે. તો દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થવાની સંભાવના છે.
શિયાળામાં કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં સતત ચિંતાનો માહોલ જોવા મળે છે. તો હવામાન વિભાગે ફરી એક વાર માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વીજળીના કડાકા સાથે વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

