ધોરાજીમાં કમોસમી વરસાદે પાકને નુક્સાન પહોંચાડ્યું, જુઓ Video

ધોરાજીમાં કમોસમી વરસાદે પાકને નુક્સાન પહોંચાડ્યું, જુઓ Video

| Edited By: | Updated on: May 10, 2025 | 8:29 PM

કમોસમી વરસાદે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અણધારી રીતે પડેલ આ વરસાદે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે.

કમોસમી વરસાદે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ અણધાર્યા વરસાદના કારણે શાકભાજીનો પાક જેમ કે તુરીયા, કારેલા અને મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

ઘણા ખેડૂતોના પાક તૈયાર હતા અને ત્યારે જ વરસાદે આગમન કર્યું. કમોસમી પડેલ વરસાદે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. બીજું કે, તલના પાકને પણ ઘણું નુકસાન થયું છે.

આ સિવાય શાકભાજીનો પાક બગડી જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ડ્રોન સર્વેની માંગ કરી રહ્યા છે, જેથી અસરગ્રસ્તોને યોગ્ય સહાય મળી શકે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો