અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર – જુઓ Video
ઉનાળાની સિઝનમાં મેઘરાજાએ જાણે ખેડૂતોના પાકને બગાડવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત એમ છે કે, અમરેલી જિલ્લામાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે.
હાલ ઉનાળાની સિઝનમાં મેઘરાજાએ જાણે ખેડૂતોના પાકને બગાડવાનું નક્કી કર્યું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જે ભરચોમાસા જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે, તે અમરેલી જિલ્લાના છે. અહીં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે.
સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક ચેકડેમ છલકાઈ ગયા છે. છતડીયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ સાથે મેઘરાજાએ આગમન કર્યું છે. કાનાતળાવ, હાથસણી અને ચરખડીયા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ખાંભા અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પડેલા વરસાદથી ખેડૂતો ચિંતાતૂર થયા છે. કેમ કે, સતત વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સિવાય વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા.