અમદાવાદમાં સેટેલાઈટ, બોપલ, આંબલી, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા. ખાસ કરીને સેટેલાઈટ, બોપલ, આંબલી, બોડકદેવ, મેમનગર સહીતના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. રાજ્યના કેટલાય વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો કેટલાક સ્થળે માત્ર વરસાદી છાંટા વરસ્યા હતા. અમદાવાદમાં પણ આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા. ખાસ કરીને સેટેલાઈટ, બોપલ, આંબલી, બોડકદેવ, મેમનગર સહીતના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
દેશના વિભિન્ન રાજ્યમાં હવામાન જુદુ જુદુ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, અંદમાન અને નિકોબાર ટાપુઓ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભવના છે. તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોના વિસ્તારોમાં ફરી એકવાર ગાઢ ધુમ્મસને કારણે ‘ઝીરો’ વિઝિબિલિટી જોવા મળી છે. તેની સાથે સાથે તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાન 2-3°C વધવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2-3°C ઘટશે.