Gujarat Rain :  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો, જુઓ Video

Gujarat Rain : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 01, 2026 | 11:37 AM

ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

વર્ષ 2026ની શરુઆત થતા જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 2 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદની શક્યતા છે. જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ સહિતબનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડીનો ચમકારો પણ વધશે. આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકસાનનો ભય

જામનગર જિલ્લામાં પણ ભરશિયાળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે.નવારણુંજા, દેવપુર, પીઠડીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.માવઠાને કારણે ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ પણ છે.ગીર સોમનામાં મોડી રાતે વરસાદી ઝાપટાથી ખેડૂતોને ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકસાનનો ભય છે.

 

 

વરસાદી ઝાપટાં

થરાદ અને ભાભરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે.ધાનેરા પંથક સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ વરસ્યો હતો.ખેતરમાં ઉભેલા પાકને નુકશાન થવાની ભીતિ છે.

 

 

કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાનો ભય

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સલાયા, ગોઈંજ, ચુડેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી જીરું, ચણા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ છે. જામનગર,દેવભૂમિ દ્વારાક, બનાસકાંઠા, સાબરકાંઠા ,પાટણ સહિત નવસારીમાં પણ વરસાદી ઝાપટું પડતા જનજીવન પ્રભાવિત થયું હતુ.નવસારી પંથકમાં કમોસમી વરસાદથી કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાનો ભય છે. ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક આવેલા આ માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.

 

 

 

 

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે.  અહી ક્લિક કરો