‘ના’ કહી હતી છતાંય પાર્ટીએ ટિકિટ આપી, ડો તુષાર ચૌધરીએ કર્યુ મહત્વનું નિવેદન

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આમ હવે સાબરકાંઠા બેઠક જબરદસ્ત રસપ્રદ બની રહેશે. ભાજપે લોકસભાના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જ્યાં તેઓએ કહ્યુ હતુ કે, સાબરકાંઠાને માટે હવે તેમના રુપમાં રેડીમેડ ઉમેદવાર મળ્યા છે. જોકે તેઓએ કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં તેઓએ ચૂંટણી લડવાની ના કહી હતી અને તેમને ટિકિટ આપવામાં આવી છે.

| Updated on: Mar 22, 2024 | 6:33 PM

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આમ હવે સાબરકાંઠા બેઠક જબરદસ્ત રસપ્રદ બની રહેશે. ભાજપે લોકસભાના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જેને લઈ હવે કોંગ્રેસે હવે દિગ્ગજ નેતાને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન જિલ્લા કાર્યાલય ખાતે પહોંચી કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

જ્યાં તેઓએ કહ્યુ હતુ કે, સાબરકાંઠાને માટે હવે તેમના રુપમાં રેડીમેડ ઉમેદવાર મળ્યા છે. જોકે તેઓએ કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં તેઓએ ચૂંટણી લડવાની ના કહી હતી અને તેમને ટિકિટ આપવામાં આવી છે.

ના ભણી છતાં ટિકિટ આપી

સાબરકાંઠા લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે કોંગ્રેસે ડો અમરસિંહ ચૌધરીને પસંદ કર્યા છે. જોકે તુષાર ચૌધરીએ કહ્યુ હતુ કે, તેઓ ચૂંટણી લડવા માટે ના ભણી હતી એમ છતાં પણ કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આમ તુષાર ચૌધરીને તેમની ના ભણવા છતાં કોંગ્રેસે પસંગ કર્યા હોવાનો એકરાર કર્યો હતો.

ટીવી9 સાથેની વાતચીતમાં તુષાર ચૌધરીએ બતાવ્યુ હતુ કે, આ તેમના પિતાની કર્મ ભૂમિ છે. જ્યાં તેઓ હાલમાં ધારાસભ્ય છે. મારી એવી ઇચ્છા નહોતી કે, બહાર આવીને અમારી સીટ પચાવી પાડી છે. આવી લાગણી ના જન્મે એટલે જ મે આ બેઠક પર ચૂંટણી લડવાની ના પાડી હતી. પણ પાર્ટીને એવું લાગ્યુ કે, ટક્કર આપી શકે એવો ઉમેદવાર હું છું એટલે માટે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે.

લોકસભા તો ઠીક પરંતુ વિધાનસભાની ચૂંટણી માટે પણ તેઓએ ખેડબ્રહ્મા બેઠકને માટે પણ ઇચ્છા નહોતી દર્શાવી. જોકે કોંગ્રેસ પક્ષને જ લાગ્યું હતુ કે અમરસિંહ ચૌધરીના પરિવારમાંથી ખેડબ્રહ્મા બેઠક પરથી ઉમેદવાર નક્કી કરવામાં આવે તો, જીત થઈ શકે છે. પક્ષના આગ્રહથી જ વિધાનસભા લડવા અહીં આવ્યો હતો. કોંગ્રેસે આ જ કારણથી વિસ્તારમાં તેમને ટિકિટ જેતે વખતે આપી હોવાનું કહ્યુ હતુ.

રેડિમેડ ઉમેદવાર ગણાવ્યા

તો વળી તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, તેઓ દિલ્હીમાં સરકારી કચેરીઓ અને સાંસદ ભવનથી વાકેફ છે. તેઓ દરેક ભવનને સારી રીતે જાણે છે. કારણ કે, તેઓ 10 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે. આમ જો સાબરકાંઠા મોકો આપશે તો, તેઓ બીજા જ દિવસથી કામ કરી શકે એમ છે. આમ તેઓએ ખુદને રેડિમેડ ઉમેદવાર બતાવ્યા હતા.

તિર્થધામ રેલવેને લઈ કર્યો મોટો દાવો

ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વાર સાબરકાંઠા પહોંચેલા તુષાર ચૌધરીએ કહ્યુ હતુ કે, પોતે માર્ગ અને વાહન વ્યવહાર પ્રધાન હતા. તેમની વખતમાં મંજૂર થયેલા નેશનલ હાઇવે હજુ સુધી પુરા થઈ શક્યા નથી. રેલવે દ્વારા તિર્થધામ ક્નેક્ટિવિટિનું કાર્ય હાથ ધર્યુ હતુ. તે પણ પુર્ણ થયુ નથી. એટલે કે, અંબાજી સુધી રેલવે હજુ સુધી પહોંચી શકી નથી એવો દાવો મીડિયા સમક્ષ કર્યો હતો.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">