Breaking News : બિલાસપુરમાં ટ્રેન અકસ્માત : માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત, અનેક ઘાયલ
છત્તીસગઢના બિલાસપુરમાં આજે મંગળવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ગેવરા રોડ-બિલાસપુર મેમુ ટ્રેન, જયરામ નગર નજીક માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં અંદાજે 6 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો, જ્યાં ગેવરા રોડ-બિલાસપુર મેમુ લોકલ ટ્રેન (68733) આદે મંગળવારે સાંજે જયરામ નગર સ્ટેશન નજીક માલગાડી સાથે ધડાકાભેર અથડાઈ. ગટોરા અને બિલાસપુર સ્ટેશન વચ્ચે અપ લાઇન પર આ અકસ્માત સાંજે 4 વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં અંદાજે 6 લોકોના મોત થયા છે અને 2 થી 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને બચાવ કામગીરી ચાલુ છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે અપ લાઇન પર ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો છે. રેલવેએ ઘટનાસ્થળે તમામ સંસાધનો તૈનાત કરી દીધા છે અને ઘાયલોની સારવાર માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. હાલમાં ટક્કરના કારણની તપાસ ચાલી રહી છે. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે.
સામસામે અથડાઈ
આ અકસ્માત આજે મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ગટોરા અને બિલાસપુર સ્ટેશનો વચ્ચે થયો હોવાનું કહેવાય છે, જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાઈ હતી.બન્ને ટ્રેન એકબીજા સાથે ધડાકાભેર અથડાતા તેના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ટ્રેન પાસે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ટક્કર બાદ, પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડીની ઉપર ચડી ગયો. ઘણા લોકો ઘાયલ થયા છે અને બચાવ ટીમો દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ આજથી મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ, તમારૂ નામ કાઢી નખાય તો કેવી રીતે ઉમેરશો ? જાણો સમગ્ર પ્રક્રિયા વિશે
