હિંમતનગરમાં સોમવારે બજારો બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય, મનાવાશે દિવાળી જેવો ઉત્સવ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હિંમતનગર વેપારી મહામંડળ એસોસિયેશન દ્વારા 22 જાન્યુઆરીના દિવસે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. ધાર્મિક મંદિરો અને જાહેર જગ્યા ઉપર રોશની કરીને દિવાળી જેવો માહોલ હિંમતનગરમાં રચાયો છે.
22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મ ભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને શહેરમાં કાર્યક્રમો સહિત ધાર્મિક મંદિરો અને જાહેર જગ્યા ઉપર રોશની કરીને દિવાળી જેવો માહોલ બની રહ્યો છે. હિંમતનગર શહેરના વેપારી મહામંડળ એસોસિયેશન દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ વ્યાપારીઓએ શહેરમાં બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ
વેપારીઓ દ્વારા તેમની દુકાનો આગળ તોરણ બંધવામાં આવી રહ્યા છે. તેમજ દરેક દુકાનો આગળ ધજા લગાવામાં આવી હતી. અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થાને ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નવનિર્મિત થાય છે. આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે હિંમતનગર વેપારી મહામંડળના વેપારીઓ પોતાની દુકાનો ઓફિસો સ્વૈચ્છિક બંધ રાખીને પોતાની દુકાનો બજારો બિલ્ડીંગોને ડેકોરેશન અને રોશનીથી શણગારવા તથા પોતાના નિવાસ સ્થાને પણ દીપોત્સવની જેમ વેપારી મહામંડળ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

