Breaking News : અમદાવાદમાં મોડીરાતથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

Breaking News : અમદાવાદમાં મોડીરાતથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 27, 2025 | 9:44 AM

અમદાવાદ શહેરમાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નેશનલ હાઈવે - 8 પર પણ પાણી ભરાયા છે. ત્યારે નારોલ પાસે આવેલી મોની હોટલ પાસેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે.

અમદાવાદ શહેરમાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નેશનલ હાઈવે – 8 પર પણ પાણી ભરાયા છે. ત્યારે નારોલ પાસે આવેલી મોની હોટલ પાસેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. અંદાજિત 500 મીટર જેટલા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકો મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે. તેમજ વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર અકસ્માતનો ભય જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા , અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 6.22 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાબરકાંઠાના તલોદમાં 5.31 ઈંચ અને પાટણના સિદ્ધપુરમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 38 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો