24 વર્ષે યોજાશે મહેસાણા APMCની ચૂંટણી, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા

આજે મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 8:24 AM

મહેસાણા (Mehsana) APMCની બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. APMCની ચૂંટણી (APMC Election) બિનહરીફ કરવાના છેલ્લી ઘડી સુધીના ભાજપ (BJP)ના પ્રયાસો નિષ્ફળ જતાં ચૂંટણીનો જંગ જામશે. મહેસાણા APMCની આ ચૂંટણી 24 વર્ષ બાદ યોજાવાની છે. કારણ કે છેલ્લા 23 વર્ષથી ચૂંટણી બિનહરીફ જાહેર થતી આવી છે.

એપીએમસીમાં ખેડૂત વિભાગની સૌથી વધુ 10 બેઠક પર ચૂ઼ટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં સહકારી ખરીદ વેચાણની 2 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક બનિ હરીફ જાહેર થઇ છે. આ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઇ આવ્યા પછી સહકારી કાયદા મુજબ ચેરમેન અને વાઇસચેરમેન ખેડૂત કે ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટાયેલ પ્રતિનિધી બની શકે. આ ચૂંટણી જંગમાં ચાલુ ચેરમેન, વાઇસ ચેરમેનના આ વખતે પત્તા કપાયા છે. તો ચાલુ 3 ડિરેક્ટરને રિપીટ કરાયા છે.

મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. હવે આજે મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-

નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે

આ પણ વાંચો-

Ahmedabad: નકલી પોલીસ બની લોકોને લૂંટતો આરોપી પકડાયો, આ ખાસ મોડેસ ઓપરેન્ડીને લઈ પોલીસથી બચતો રહ્યો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">