Gujarat Rain: રાજ્યમાં પૂરની સ્થિતિના કારણે અનેક જિલ્લાઓમાં અસર, ત્રણ નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવે બંધ, જુઓ Video

Gujarat Rain: રાજ્યમાં પૂરની સ્થિતિના કારણે અનેક જિલ્લાઓમાં અસર, ત્રણ નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવે બંધ, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 19, 2023 | 5:44 PM

રાજ્યના રસ્તાઓ પર પાણી ફરી વળતાં રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના ત્રણ નેશનલ હાઇવે અને 14 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે, તો 152 પંચાયતના રસ્તાઓની સાથે જ ST બસના 65 જેટલા રૂટ પણ બંધ થયા છે.

Gujarat Rain : ગુજરાતમાં પૂરની સ્થિતિના કારણે અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે. રાજ્યના ત્રણ નેશનલ હાઇવે (National Highway) અને 14 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, તો 152 પંચાયતના રસ્તાઓની સાથે જ ST બસના 65 જેટલા રૂટ પણ બંધ થયા છે. બીજી તરફ બચાવ ટીમે 8 જિલ્લામાં અત્યાર સુધીમાં 16,076 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Monsoon 2023: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કચ્છમાં 144.80 ટકા વરસાદ

રાજ્યના રસ્તાઓ પર પાણી ફરી વળતાં રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં બનાસ નદીનું પાણી હાઈવે પર આવી જતાં થરા-હારીજ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી, હારીજના અસાલડી નજીક હાઈવે પર બે ફૂટ સુધીના પાણી ભરાતા થરા પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">