Dahod: ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો, એક ASIને ગંભીર ઈજા, જુઓ Video

Dahod: ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો, એક ASIને ગંભીર ઈજા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:35 AM

દાહોદ દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો કરાયો હતો. ઘટનામાં એક ASIને ગંભીર ઈજા પહોંચી છે.

દાહોદમાં દેવગઢબારિયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનારા 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત રાત્રે કતલ માટે લવાયેલી ગાયોને છોડાવીને પોલીસ પરત જઈ રહી હતી, આ દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસની ગાડીને પણ નુક્સાન થયું હતું. જેને લઈ પોલીસે અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Watch Video: દાહોદમાં એકસાથે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, 5થી વધુ લોકોની હાલત નાજૂક

દાહોદના દેવગઢબારીયાના કાપડી વિસ્તારમાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો કરાયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક ASIને ગંભીર ઈજા થઇ. તો પોલીસ ગાડીને નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલે પાંચ લોકોની ધરપકડ કરાઇ છે. ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">