Junagadh : ધંધુસર ગામે ઉબેણ નદી પરનો બ્રિજ બિસ્માર હાલતમાં, ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ, જુઓ Video
જૂનાગઢ જિલ્લાના જર્જરિત બ્રિજ અંગે માર્ગ-મકાન વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે ધંધુસર ગામ નજીક આવેલો ઉબેણ નદી પરનો બ્રિજ પણ બિસ્માર બન્યો હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.
જૂનાગઢ જિલ્લાના જર્જરિત બ્રિજ અંગે માર્ગ-મકાન વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે ધંધુસર ગામ નજીક આવેલો ઉબેણ નદી પરનો બ્રિજ પણ બિસ્માર બન્યો હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સ્થાનિકોની માગ છે કે બ્રિજનો એક ગાળો તૂટી ગયો હતો, બીજા ગાળા પણ જર્જરિત થઈ ગયા છે. તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી માગ કરાઈ છે.
વર્ષ 2023માં બ્રિજ ધરાશાયી થયો હતો. ત્યારે પાઈપ નાખી માત્ર મરામત કરી ફરી શરૂ કરાયો હતો. બ્રિજ નવો બનાવવા માટે 2 વર્ષથી સરકારમાં દરખાસ્ત કરાઈ છે. પરંતુ હજુ સુધી વહીવટી મંજૂરી મળી નથી જેના કારણે બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. જોકે હવે વડોદરામાં દુર્ઘટના બન્યા બાદ ગંભીરતા સમજી માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી. તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી.
રાજકોટ-સોમનાથ બ્રિજ પર પડ્યું ગાબડું
બીજી તરફ રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની જ્યાં મસમોટું ગાબડું પડ્યું પણ તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. જેતપુરના જેતલસર પાસે રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે રોડની એક સાઈડ બંધ કરાઈ છે. આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
