રાજકોટ વીડિયો : એરપોર્ટ રોડ પર અસામાજિક તત્વોનો આતંક, રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ વાહનો સળગાવ્યા
રાજકોટ એરપોર્ટ રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. તો રાત્રીના સમયે આવેલા અસામાજીક તત્વોએ વાહનોને સળગાવ્યા છે. તો અસામાજીક તત્વોએ ત્રણ વાહનોને આગ લગાવી હોવાનું સામે આવ્યુ હતું. તો દારુ પીને આવેલા શખ્સોએ કૃત્ય આચર્યુ હોવાનું આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.આ ઘટના ફાયર સ્ટેશન પાસે બની હતી. જ્યાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને તલવાર સાથે રસ્તા પર ઉતરી આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. માધુપુરામાં આવું પહેલી વખત નથી બન્યું.આ અગાઉ પણ અસામાજિક તત્વોનો આવો આતંક સામે આવી ચૂક્યો છે.
તેમ છતાં પોલીસ આવા તત્વોને પાઠ કેમ નથી ભણાવતી તે મોટો પ્રશ્ન છે.તો બીજી તરફ જામનગર શહેરના એસટી ડેપો દારુનો અડ્ડો બન્યો હોવાની ઘટના સામે આવી છે. ડેપોમાં સફાઈ દરમિયાન અઢળક પ્રમાણમાં દારુની ખાલી બોટલ મળી હતી.