અમદાવાદમાં જ્યા પ્લેન ક્રેશ થયું હતુ તે સ્થળે 700 થી 1000 ડિગ્રી સુધી પહોચ્યું હતું તાપમાન
જ્યારે વિમાન ક્રેશ થઈને આગની લપેટમાં ઝડપાયું ત્યારે તે સ્થળે તાપમાન 700થી 1000 ડિગ્રી સુધી પહોચ્યું હતું. આટલી ડિગ્રી તાપમાનમાં માનવ જીદંગી બળીને ખાક થઈ જતી હોય છે.
અમદાવાદમા થયેલ પ્લેન ક્રેશને લઈને એક મોટા અને ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્લેન ક્રેશ થયા બાદ કેમ માત્ર એક જ વ્યક્તિ સિવાયના બાકી તમામ કેમ મૃત્યુ પામ્યા છે તે અંગે ખુલાસો ડિવિઝનલ ફાયર ઓફિસરે કર્યો છે. જ્યારે વિમાન ક્રેશ થઈને આગની લપેટમાં ઝડપાયું ત્યારે તે સ્થળે તાપમાન 700થી 1000 ડિગ્રી સુધી પહોચ્યું હતું. આટલી ડિગ્રી તાપમાનમાં માનવ જીદંગી બચવા માટે અશક્ય છે. ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્વસ્તિક જાડેજાએ કહ્યું કે, પ્લેન ક્રેશ અંગેની સૌ પ્રથમ જાણકારી અમને પોલીસ કમિશનરે આપી હતી.
ઘટના સ્થળે પહોચ્યા પછીની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, ઘટના સ્થળે પહોંચતાની સાથે જ મૃતદેહોના ઢગલા જોયા હતા. ફાયર વિભાગે “મેજર” કોલ જાહેર કરીને ત્વરિત બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ ફાયર બ્રિગડની કુલ 91 થી વધુ વાહનોના કાફલા અને 400 કર્મચારીઓના સ્ટાફ સાથે ખડેપગે રહ્યું હતું. વિમાનમાં ભરાયેલા 1.25 લાખ લીટર ઇંધણથી લાગેલી આગને કાબૂમાં લેવા માટે અદમાવાદ ફાયર બ્રિગેડના 35 થી વધુ અધિકારીઓએ મોરચો સંભાળ્યો હતો.
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેકઓફ થયાને તુરત જ તુટી પડી હતી. અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
