કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યુ, તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે, જુઓ વીડિયો
આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી છે. હાલમાં કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. નલિયામાં છેલ્લા બે દિવસથી 10 ડિગ્રી કરતા પણ ઓછુ તાપમાન નોંધાઇ રહ્યુ છે. તો ક્યાંક ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
કચ્છ: ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને ધીરે-ધીરે ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી છે.હાલમાં કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. નલિયામાં છેલ્લા બે દિવસથી 10 ડિગ્રી કરતા પણ ઓછુ તાપમાન નોંધાઇ રહ્યુ છે.
કચ્છમાં દિવસેને દિવસે ઠંડી વધતી જઇ રહી છે. કચ્છનું નલિયા 9.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. છેલ્લા બે દિવસથી નલિયામાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાઇ રહ્યુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. લોકો ગરમ કપડાં વિના તો બહાર જ ન નીકળી શકે તેવો માહોલ બન્યો છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો