Ahmedabad : ખોખરા રેલ્વે ઓવરબ્રિજનું સમારકામ છેલ્લા ચાર વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન
અમદાવાદ (Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનના આડેધડ આયોજનથી જનતા પરેશાન છે. 4 વર્ષથી પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતા ખોખરા રેલવે ઓવરબ્રિજનું (Khokhra Railway Over bridge) કામ મંથર ગતિએ ચાલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એએમસી(AMC) અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વારંવાર બ્રિજની કામગીરી બંધ થઈ જાય છે.મહિનામાં 10 દિવસ કામ થાય અને 20 દિવસ કામ […]
અમદાવાદ (Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનના આડેધડ આયોજનથી જનતા પરેશાન છે. 4 વર્ષથી પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતા ખોખરા રેલવે ઓવરબ્રિજનું (Khokhra Railway Over bridge) કામ મંથર ગતિએ ચાલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એએમસી(AMC) અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વારંવાર બ્રિજની કામગીરી બંધ થઈ જાય છે.મહિનામાં 10 દિવસ કામ થાય અને 20 દિવસ કામ બંધ રહે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી કામ બંધ છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એએમસીના સત્તાધીશો મળતીયા કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની બદલે કામની સમયમર્યાદા વધારી કોન્ટ્રાકટરોને છાવરે છે.
મહિનામાં 10 દિવસ કામ થાય અને 20 દિવસ કામ બંધ રહે છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી કામ બંધ છે. ત્યારે એએમસીના સત્તાધીશોએ પણ સ્વીકાર્યું છે કે થોડા દિવસ કામ બંધ હતું..અને હાલ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી.કોર્પોરેશન (AMC) દ્વારા 2017-18માં ખોખરા રેલવે ઓવરબ્રિજનું (Over Bridge) સમારકામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2017 થી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે.
કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોના અણઘડ આયોજનને કારણે બ્રિજનું કામ પૂરું નથી થતું. ટેન્ડરની શરત મુજબ 2020માં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ સમયમર્યાદા વીતી ગયાના બે વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. બ્રિજ બંધ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડે છે.
આ કારણે એલજી હોસ્પિટલથી ખોખરા સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. બ્રિજની કામગીરીમાં વિલંબ બદલ કોર્પોરેશન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. હવે લોકોની માગ છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
આ પણ વાંચો : Gujarat માં 70 ડીવાયએસપીની બદલીના આદેશ, પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો : સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત